Get The App

વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: મત લોકશાહીને મજબૂત બનાવે છે: પ્રથમ વાર મતદાન કરનાર નિશ્કા વૈદ્ય 1 - image

પ્રથમ વખત મતદાન કરનાર નિશ્કા વૈદ્યએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મતદાન કરવાનો અનુભવ તેમના માટે ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને આનંદદાયક રહ્યો છે. 

વડોદરાના ભાયલી વિસ્તારની રહેવાસી અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાર નિશ્કા વૈદ્યએ અન્ય નાગરિકોને પણ અપીલ કરી હતી કે, તેઓ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય અને પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરીને મતદાન અવશ્ય કરવુ જોઈએ. તેમણે ઉમેર્યું કે, દરેક મત લોકશાહીને મજબૂત બનાવે છે અને જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું અત્યંત જરૂરી છે.