Get The App

ખંભાત થી દર્શન કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ખંભાત થી દર્શન  કરી સુરત પરત જતી રિક્ષામાં આગ લાગતાં કૂદી પડેલા બે જણાને ઇજા 1 - image

વડોદરાઃ સુરતથી રિક્ષામાં ખંભાત દર્શન કરીને પરત જતી વખતે નંદેસરી બ્રિજ પર રિક્ષામાં આગ લાગતાં બે જણાનો બચાવ થયો હતો.

સુરતના આમરોલી ખાતે રહેતા નિલેશ ભાઇ વાઘેલા તેમના સબંધી સાથે રિક્ષામાં ખંભાત દર્શન માટે આવ્યા હતા.બપોરે પરત ફરી રહ્યા હતા ત્યારે નંદેસરી બ્રિજ પર એકાએક રિક્ષામાં આગ લાગી હતી અને રિક્ષાપલ્ટી ગઇ હતી.

રિક્ષામાં સવાર બંને જણા કૂદી જતાં તેમને સાધારણ ઇજા પહોંચી હતી.નંદેસરી ફાયર બ્રિગેડ અને નંદેસરી પોલીસ બનાવના સ્થળે પહોંચી ત્યારે ઇજાગ્રસ્તને ૧૦૮માં લઇ જવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.