Get The App

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી 1 - image

શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૪૫માં દુર્ઘટના બની

ભાવનગર - અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૪૫માં ગત રોજ સાંજના સમયે ટેન્કર શીપના કટિંગ સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. જોકે અલંગ સ્થિત ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ આગ લાગવાના કારણની તપાસ પણ શરૃ કરવામાં આવી છે.

કટિંગ થઈ રહ્યું હતું ત્યારે આગ ભભૂકી ઉઠકા દોડધામ, ફાયર સ્ટાફે આગને કાબુમાં લીધી

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૪૫ ઈન્ડક્ટો સ્ટીલ લી.માં ગતરોજ સાંજે પાંચ કલાકના અરસામાં મજુર દ્વારા ગેસ કટરથી ટેન્કર શિપના કટિંગની કામગીરી ચાલ રહી હતી. તે દરમિયાન અચાનક જ કટિંગ થઈ રહેલા ટેન્કર શીપમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. શીપમાં આગ લાગ્યાના બનાવની જાણ અલંગ સ્થિત ફાયરની ટીમને કરવામાં આવતા ફાયર સ્ટાફે સ્થળ પર જઈ આગ પ્રસરે તે પહેલા જ પાણીનો છંટકાવ કરીને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટનના ટળી છે. આગની આ દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર શીપમાં ગેસ કટિંગની કામગીરી દરમિયાન જ્વલંતશીલ પ્રવાહીના સંપર્કમાં આવવાથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગ શા કારણે લાગી છે તેના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.