પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરા પોર વિસ્તારમાં ગઈ રાત્રે એક કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા કર્મચારીઓએ મોટાભાગની આગ પર કાબુ મેળવી લીધો હતો.
પોર જીઆઇડીસીમાં આવેલી ફાઇબર કંપનીમાં ગઈકાલે રાત્રે એક મશીનમાં ઓવર હિટિંગના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું મનાય છે. આગ ફાટી નીકળતા કર્મચારીઓ બહાર દોડી ગયા હતા અને કેટલાક લોકોએ આગ કાબુમાં લેવા માટે પ્રયાસ શરૂ કરી દીધો હતો.
વડોદરા ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે મોટાભાગની આ કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ તબક્કે કેટલાક ગેસ સિલિન્ડર ત્યાં જોવા મળતા ફાયર બ્રિગેડ દ્વારા આ સિલિન્ડર ખસેડી લેવાની તજવીજ કરવામાં આવી હતી. જેને કારણે દુર્ઘટના ટળી હતી અને ફાયર બ્રિગેડના વધુ ફાયર ફાઈટરને બોલાવવાની જરૂર પડી ન હતી.








