Get The App

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખલ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખલ 1 - image

Vadodara Fraud Case : વડોદરામાં હરણી વારસિયા રીંગ રોડ પર શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા મહેશકુમાર બળવંતસિંહ ગઢવી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. તેમણે વારસિયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર રાકેશ મિસ્ત્રી થતી રાજીવ ભાઈ પારેખ (રહે-ગીરીરાજકૃપા, ડભોઇ રોડ, પ્રતાપ નગર) સાથે એક વર્ષ પહેલા ઓળખાણ થઇ હતી. તેઓ "Holidazzle Tourizum" નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે.

મારે પરિવાર સાથે દુબઈ જવું હોય રાજીવભાઈ સાથે વાત કરતા 8.85 લાખનું પેકેજ આપ્યું હતું. જે પૈકી એડવાન્સમાં રૂપિયા લીધા હોવા છતાં મારી પાસેથી 2.26 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ તે પરત આપ્યા નથી. આરોપીઓએ બે એપાર્ટમેન્ટ બુક કરી આપવાના હતા પરંતુ એક જ એપાર્ટમેન્ટ બુક કરી આપ્યું હતું જેના કારણે અમારે બીજો એપાર્ટમેન્ટ બુક કરવા માટે વધારાના રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ત્યાં સાઈડ સીનનો ખર્ચો પણ અમારે ચૂકવવો પડ્યો હતો. તેઓએ અમારી પાસેથી નક્કી કરેલા પેકેજની કિંમત ઉપરાંત રૂ.6.24 લાખ વધારાના ખર્ચ કરાવ્યા હતા અને રૂપિયા પરત આપતા નથી. રૂપિયા પરત માંગતા ધમકી આપી હતી કે, મારું ખૂબ જ મોટું નેટવર્ક છે તમારો કન્સ્ટ્રકશનનો ધંધો બંધ થઈ જશે તેઓએ માર મારવાની ધમકી આપી હતી.