Gujarat

જામનગરના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

By GS TEAM
12 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

Jamnagar Crime : જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પહેલી ફરિયાદ મુજબ ગાગવા ગામના પ્રભાતસિંહ લખુભા જાડેજા ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરવા જતાં અજીતસિંહ અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટુ વડે માર મારતા ફરિયાદીને છાતી, પાસળી અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે.

બીજી તરફ મુંગણી ગામના ભરતસિંહ દોલુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ટ્રકમાં માટી ભરી પોતા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાગવા ગામ નજીક પ્રભાતસિંહ લખુભા જાડેજાએ ટ્રક રોકાવી ગાળો આપી હુમલો કર્યો હતો. આરોપીએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બંને પક્ષોની ફરિયાદોના આધારે સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખોદકામ અને માટીના પરિવહનને લઈને થયેલા વિવાદે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પક્ષોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.