વડોદરા,તરસાલી શાક માર્કેટ પાસે સાયકલ ચલાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે તકરાર થતા મારામારી થતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી છ ને ઝડપી પાડયા હતા.
ગત મોડીરાત્રે સાડા અગિયાર વાગ્યે તરસાલી શાક માર્કેટ પાસે ઝડપથી સાયકલ લઇને જતા છોકરાને ઠપકો આપતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જે અંગે સામસામે ફરિયાદ નોંધાઇ હતી. મકરપુરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (૧) અનવર જાકીરહુસેન દિવાન (૨) જુનેદ કાઠીયાવાડી સુલેમાન પઠાણ (૩) ધવલ રવિભાઇ પરમાર (૪) ધુ્રવ રવિભાઇ પરમાર (૫) ભૂપેન્દ્ર રતનસિંહ રાજપૂત તથા (૬) ગૌરાંગ શાંતિલાલ પરમાર ( તમામ રહે. દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ, તરસાલી) ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


