Get The App

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી

યુવકના માથામાં કુહાડીનો ફટકો મારી હુમલાખોર ફરાર

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ભંડારાની  રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી 1 - image

વડોદરા,ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે તુલસીવાડીમાં રહેતા યુવક પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે કુંભારવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તુલસીવાડી  અંબામાતાના મંદિર પાસે રેહતા અને સયાજી હોસ્પિટલમાં સર્જિકલ વિભાગમાં મશીન ઓપરેટર તરીકે નોકરી  કરતા હિતેશ નાનજીભાઇ લુહારે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે સાડા આઠ  વાગ્યે હું ઘરની બહાર  બેઠો હતો. મારા ઘરની સામે માતાજીનો ભંડારો રાખ્યો હતો. તેની રસોઇ માટે ખોદેલા ખાડામાં મહેન્દ્ર ઉર્ફે કાળુ નાનજીભાઇ બથવારનો પગ  પડતા તે ઉશ્કેરાયો હતો. મને ગાળો બોલી ઉશ્કેરાઇને  ઝપાઝપી કરી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી તે ફરીથી આવ્યો હતો અને મારા માથામાં કુહાડી મારીને ભાગી ગયો હતો.