Get The App

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે ઘર્ષણ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે ઘર્ષણ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ 1 - image


Ahmedabad News: અમદાવાદમાં સરસપુરના વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં શુક્રવારે (20મી ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

સામાન્ય બોલાચાલીએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ માં ગઈકાલે રાત્રે યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા આવે છે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું જે બાબતે બંને કોમના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં ફોરફોડ કરી હતી. 

આ પણ વાંચો: સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, બ્લેકમેઈલ કરનારી મહિલા મિત્રની અટકાયત

પોલીસે સાત લોકોની અટકાયત કરી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા.દરમિયાન પોલીસને જાણ થતા શહેરકોટડા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે પહોંચી મામલો થાળે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધ હતી. પોલીસે સાત આરોપીઓની અટકાયત પણ કરી છે. હાલ ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.