Astro

નવું અઠવાડિયું આપના માટે કેવું રહેશે? જાણો 02 થી 08 નવેમ્બર 2026નું સાપ્તાહિક રાશિફળ

By GS Team
2 Nov 20263 mins read
TukuTouch Logo
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, 02 થી 08 નવેમ્બર 2026ના સપ્તાહમાં 12 રાશિઓ પર ગ્રહોની અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન મેષ, મિથુન, કર્ક, મકર અને વૃશ્ચિક રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે. જ્યારે વૃષભ, સિંહ, કન્યા અને ધન રાશિના લોકો માટે ભાગ્યના દરવાજા ખુલશે. બાકીની રાશિઓ માટે સામાન્ય સપ્તાહ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવું અઠવાડિયું આપના માટે કેવું રહેશે? જાણો 02 થી 08 નવેમ્બર 2026નું સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: આગામી 02 નવેમ્બર 2026થી 08 નવેમ્બર 2026 સુધીનું અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે અને કઈ રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે, તેમજ કઈ રાશિના ભાગ્યના દરવાજા ખૂલશે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, તમારું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે, વાંચો વિગતે.

મેષ: કામકાજમાં થોડી બેદરકારી કે આળસ જોવા મળે. તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.

વૃષભ: તમારા વિચારોમાં સારા પરિવર્તન થતા જોવા મળે, તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આયોજન થાય તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે અને નવા પરિચય થઈ શકે.

મિથુન: કામકાજમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

કર્ક: કોઈ અંગત કે વ્યવસાય બાબત લોકો સાથે મુલાકાત વધે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી, એટલે ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

સિંહ: વાર્તાલાપ દરમિયાન તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે જેને કારણે વાત પર પ્રભાવ જોવા મળે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્યના વિચાર વધુ આવે.

કન્યા: તમારામાં જુસ્સો અને આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીરી ઉભી થાય.

તુલા: કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં કાળજી રાખવી અને મજકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

વૃશ્ચિક: થોડી આતુરતાના કારણે તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

ધન: કામકાજ દરમિયાન તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, પસંદગીની ખરીદી પણ થઈ શકે. ઉત્સાહ સારો જળવાઈ રહે.

મકર: તમારે કોઈપણ પ્રકારની વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કુંભ: પસંદગી મુજબના તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મીન: વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.