Astro

વાંચો તમારું 02 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
1 Nov 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે મેષ રાશિના જાતકોને શાંતિનો અભાવ વર્તાશે, જ્યારે વૃષભ રાશિને સહકાર મળશે. મિથુન રાશિને બેંકિંગ અને શેરબજારમાં લાભ થશે. કર્ક રાશિના મહત્વના કામો ઉકેલાશે. સિંહ રાશિને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. કન્યા રાશિને પ્રશંસા અને આવક મળશે. તુલા રાશિને દોડધામ અને ખર્ચ થશે. વૃશ્ચિક રાશિને મુસાફરીનો યોગ છે. ધન રાશિને સ્વાસ્થ્યની ચિંતા રહેશે. મકર રાશિને જાહેર ક્ષેત્રમાં વ્યસ્તતા રહેશે. કુંભ રાશિને કાર્યભાર વધશે અને મીન રાશિને મહેનતથી સફળતા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 02 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.પરદેશના કામ થઈ શકે.
મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા જણાય. કૌટુંબિક-પારિવારીક કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. અગત્યના નિર્ણય લેવાતાં સરળતા રહે.
સિંહ : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવુંપડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક થાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મુલાકાત થઈ શકે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મકર : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમા ંઅન્યનો સહકાર મળી રહે.
કુંભ : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
મીન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ