Get The App

ન્યુ વી.આઇ.પી. રોડ પર પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી

લાકડી, પથ્થર અને કડા વડે હુમલો થતા ૫ ને ઇજા : બંને પક્ષની સામસામે ફરિયાદ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
ન્યુ વી.આઇ.પી. રોડ પર  પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી 1 - image

 વડોદરા,ન્યુ વી.આઇ.પી. રોડ પર નજીવી બાબતે ઝઘડો થતા પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. લાકડી, પથ્થર અને કડા વડે હુમલો થતા ૫ાંચ લોકોને ઇજા થઇ  હતી.

ન્યુ વી.આઇ.પી.રોડ જે.પી.નગર શિવ શક્તિ ચોકમાં રહેતા અનિલ રમણભાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારા ઘરની બહાર ઊભો હતો. તે દરમિયાન અમારો પાડોશી સચીન એક છોકરીને તેના ઘરમાંથી બહાર લાવતો હતો.જેથી, મેં તેને કહ્યું કે, તું અહીંયા છોકરીઓને કેમ લાવે છે, મારી વાત સાંભળીને તેણે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. તેનું ઉપરાણું લઇને તેના ભાઇએ આવીને મને માથામાં કડુ મારી દીધું હતું. સચીને લાકડી વડે હુમલો કર્યો હતો. મારો દીકરો છોડવવા વચ્ચે પડતા સચીનના પિતાએ તેને  માથામાં પથ્થર મારી દીધો હતો.

જ્યારે સામા પક્ષે સચીને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે હું મારી બહેનની બહેનપણીને ઘરે મૂકવા જતો હતો. તે દરમિયાન પાડોશી અનિલ રમણભાઇએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરતા મને, મારા ભાઇ અને  પિતાને ઇજા થઇ હતી.