Get The App

પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ

ઈશાન કિશન, અભિષેક શર્મા અને અર્શદીપ આ કાફેમાં ફાઈનલ પહેલા ગયા હતા

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ 1 - image

       

 અમદાવાદ,બુધવાર,18 માર્ચ,2026

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા મોંઘા એવા કોમો બાય કાફાનો એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો.તેણે ગાર્લીક બ્રેડ ઓર્ડર કરી હતી.જેમાં મરેલી માખી નીકળતા કોર્પોરેશનના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી. ફુડ વિભાગે આ કાફા પાસેથી રુપિયા પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.અમદાવાદમાં ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટર ઈશાનકિશન, અભિષેક શર્મા અને અર્શદીપસિંહ આ કાફેની મુલાકાતે ગયા હતા.

સિંધુભવન રોડ ઉપરના આ કાફામાં ગ્રાહકે જમવામા પાસ્તા વીથ ગાર્લીકબ્રેડ મંગાવી હતી.જેમાં મરેલી માખી નીકળતા ફુડ વિભાગને કરેલી ફરિયાદ પછી બુધવારે કાફેની સ્થળ તપાસ કરવામા આવી હતી.ફુડ વિભાગના અધિકારી ડોકટર તેજસ શાહના કહેવા પ્રમાણે, કાફેમાંથી  ગાર્લીક બ્રેડ અને યુઝ કુકીંગ ઓઈલના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.