અમદાવાદ,શનિવાર
વટવાના પુનિતનજીક ખાતે ભાડાના મકાનમાં છ વર્ષથી મહિલા તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રમી અને તેના પ્રેમિકા વચ્ચે તકરાર થતા પ્રેમીએ માથામાં લોખંડની પાઈપના ફટકા મારીને જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં હાલમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મહિલા બોલી શકતી નથી વટવા પોલીસે પ્રેમિ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વટવામાં છ વર્ષથી મહિલા પ્રેમી સાથે રહેતીઃ વર્ષથી પ્રેમિકાને સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો ઃ જીવલેણ હુમલો કરી પ્રેમી ભાગી ગયો
વટવામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં બહેનના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની નાની બહેન લગ્ન બાદ તેના પતિ સાથે મનમેળ ન આવતા દસ વર્ષ પહેલા દાહાદમાં પતિથી અલગ અમદાવાદમાં રહેતી હતી અને લોકોના ઘરના કામકાજ કરીને ગુજરાન ચલાવતી હતી. છ વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે વટવાના પુનિતનગર પાસે ઓરડીમાં ભાડેથી પ્રેમી સાથે રહેતી હતી.
મહિલા તેની ફરિયાદી બહેનના ઘરે અવર જવર કરતી હતી. આ બાબતને લઈને તેને તેના પ્રેમી સાથે અગાઉ અનેક વખત તકરાર થતી હોવાની જાણકારી આપી હતી. જો કે વર્ષથી મહિલાને તેનો પ્રેમી સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો. ગઇકાલે ફરિયાદી મહિલા ઉપર તેના સંબંધીએ ફોન કરીને કહ્યું કે તમારી બહેન જેની સાથે રહે છે તે આરોપીએ તમારી બહેનને માથામાં લોખંડની પાઈપ મારીને લોહી લુહાણ કર્યા છે. જેથી મોટી બહેન તાત્કાલિક બહેનના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ ગયા છે. જેથી મોટી બહેન હોસ્પિટલ પહોંચતાં બહેન બેભાન હાલતમાં હતી.


