Get The App

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સામે ફરિયાદ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સામે ફરિયાદ 1 - image

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં માર્ગ પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે હિંસક વળાંક લીધો છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવક પર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

મેઘપર ગામમાં ફટકડીના કારખાના પાસે રહેતા 30 વર્ષીય કિરીટસિંહ મનુભા કેર નામના યુવકે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી રવિરાજસિંહ પીંગળ પોતાની બોલેરો કાર ફરિયાદીના ઘર પાસેથી અત્યંત ઝડપે ચલાવીને નીકળ્યો હતો. કિરીટસિંહે તેને 'ગાડી ધીમે ચલાવ' તેમ કહી સમજાવતા આરોપીએ મનદુઃખ રાખ્યું હતું.

જે અદાવત રાખીને આરોપી રવિરાજસિંહ અને ઉમેદસિંહ પીંગળ બંનેએ પ્લાસ્ટિકની પાઇપ અને લાકડી વડે કિરીટસિંહ પર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને કપાળના ભાગે પાઇપ વાગતા લોહીલુહાણ ઈજાઓ થઈ હતી, જ્યારે બીજા આરોપીએ લાકડી વડે માર માર્યો હતો. જતી વખતે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મેઘપર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા બી.એન.એસ. 2023ની કલમ 115(2), 118, 351(3) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી આ કેસની તપાસ કરી રહ્યા છે.