Get The App

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે 1 - image

૧૮ તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની બેઠક

સિંચાઇ, કૃષિ જણસોના ભાવ, યુરિયા ખાતર સહિતના ખેડૂતોના પ્રશ્રો ભાજપ કે કોંગ્રેસે નહીં ઉકેલાતા ખેડૂત પેનલ મેદાનમાં 

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉદાસીનતાથી  સિંચાઈ, કૃષી જણસોના ભાવ તથા ખાતર જેવા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા મળતા મુળી તાલુકાના ખેડૂતોએ પોતાની જ 'ખેડૂત પેનલ' બનાવી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે ભાજપ, કોંગ્રેસ અને આપ સામે ત્રિપાંખિયા જંગમાં ચોથો પક્ષ બનીને મેદાને ઉતરશે.

 સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મુશ્કેલી વધી શકે છે. ગત ચૂંટણીમાં રાજકીય પક્ષોની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતોએ જાગૃત થઈને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. મુળી તાલુકા પંચાયતની ૧૮ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો પર 'ખેડૂત પેનલ' બનાવીને ઉમેદવારો મેદાનમાં ઉતારશે.

ખેડૂતોમાં રોષ છે કે વર્ષોથી સિંચાઈના પાણી, ખેત પેદાશોના પૂરતા ભાવ અને ખાતર-બિયારણની અછત જેવા પાયાના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ, કોંગ્રેસ, આપે રસ દાખવ્યો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆતો સાંભળતા ન હોવાથી ખેડૂત આગેવાનોએ બેઠક યોજી જ્ઞાાતિ-જાતિના સમીકરણોથી ઉપર ઉઠીને એક થઈ ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આ નવી રણનીતિથી સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાપિત રાજકીય પક્ષોના ગણિતો બગડવાની શક્યતા છે.