Get The App

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને જયંતીભાઈ પટેલના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.