પત્ની પર શંકા કુશંકાઓ કરી ઝઘડો કરતો હતો
તબીબોને દારૃ પીવાની આદત હોય પત્ની સાથે બેહૂદુ વર્તન કરી પિયર મોકલી દેવા દબાણ કરતો હતો
ભાવનગર - ભાવનગરના ખ્યાતનામ તબીબે ડોક્ટર પત્ની પાસે દહેજ સિવાયની સુખ સુવિધા સભર ચીજ વસ્તુઓ પિયર માંથી લાવવા દબાણ કરી ડોક્ટરને દારૃ પીવાની આદત હોય પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગેરવર્તન કરી પિયર મોકલી દેવાનું વારંવાર દબાણ કર્યું હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઇ છે.
સરદારબાગ કુમાર શાળા પાછળ રહેતા અને તબીબી ડા.મેઘાબેન નિસર્ગભાઈ શાહના લગ્ન વર્ષ ૨૦૧૯ માં ડો નિસર્ગ પંકજભાઈ શાહ સાથે થયા હતા. અને ીધન કરીયાવર, રાચરચીલુ, સોના ચાંદીના દાગીના, ભેટ, સરસામાન સાથે પતિ ર્ડો. નિસર્ગ શાહ તથા સાસુ ડો કલ્પનાબેન પી. શાહ તથા નણંદ ડો.કૃતિબેન પી.શાહ સાથે સંયુક્ત પરિવારમા રહેતા હતા અને લગ્ન થયા બાદ પાંચેક મહિના સુધી ઘર સંસાર બરાબર ચાલ્યો હતો. ત્યાર બાદ ડો.મેઘાબેનના પતિ નિસર્ગ શાહને દારૃ પીવાની આદતના કારણે સ્વભાવ અતિ ક્રોધી, જીદ્દી અને અહમવાળો હોય ડો.મેઘાબેન સાથે ખુબજ બેહુદુ વર્તન કરવા લાગ્યો હતો. અને લગ્ન જીવનની શરૃઆતથી જ ડો.મેઘાબેન પાસે પિયરમાથી દહેજ સિવાયની બીજી ચિજવસ્તુઓ લાવવા દબાણ કરવા લાગેલ જે બાબતે ડો.મેઘાબેનએ ના પાડતા વારંવાર મારા પિતાના ઘરે ચાલી જવા દબાણ કરવા લાગેલ અને ડો.મેઘાબેનને માનસિક રીતે ખુબજ હેરાન કરવા લાગેલ અને ડો.મેઘાબેનને પિતાના ઘરે મુકી ગયેલ હતા.અને ડા. નિસર્ગ પંકજભાઇ શાહ દ્વારા ડો.મેઘાબેનનેને શારીરીક માનસીક ત્રાસ આપી કરીયાવર સિવાયની બીજી આર્થીક સુવિધાઓ તેમજ ચીજ વસ્તુઓ પિયર માથી લાવવા માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી તેમજ ડો.મેઘાબેન ડોકટર તરીકે નોકરી કરતા હોય તેના ઉપર ખોટી શંકાઓ કરી નોકરી મુકી દેવા માટે તેમજ તેમની સાથે નહી લઇ જવા બાબતે આજદીન સુધી કોઇને કોઇ બહાને રુબરૃ મળી શારીરીક માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કર્યા હોવાની ફરિયાદ મેધાબેને પતિ વિરુધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી છે.


