Get The App

મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો 1 - image

- પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

- બોટાદ એસઓજીએ દવાઓ, મેડિકલ ઉપયોગના સાધનો મળી રૂ. 23 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : બોટાદના મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને એસઓજી બોટાદે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટી વીરવા ગામે ડિગ્રી વગરના તબીબ દવાખાનું ચલાવે છે. જે બાતમીના આધારે બોટાદના મોટી વીરવા ગામે દરોડો પાડી જયસુખ ગણેશભાઈ બરોલીયા નામનો શખ્સ પોતે ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાની દેખાવ કરી ક્લિનિક ચલાવી ક્લિનિકમાં દવાની ટીકડીઓ, તથા અન્ય મેડીકલ પ્રેકટીસમાં ઉપયોગ કરેલો સામાન તથા મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ રૂ.૧૨,૧૦૯ તથા રોકડ રૂપિયા ૧૧,૨૦૦ મળી કુલ રૂ.૨૩,૩૦૯ મુદ્દામાલ સાથે મળી સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૯(૨) તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ ૩૦ મુજબનો ગુન્હો પાળીયાદ પોલીસ મથકમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.