Gujarat

અરવલ્લીમાં નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત 193 શાળાઓમાં પરીક્ષા યોજાશે

By GS Team
30 Oct 20212 mins read
This article was originally published on 30 Oct 2021
અરવલ્લીમાં નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત 193 શાળાઓમાં પરીક્ષા યોજાશે

મોડાસા,તા.29

અરવલ્લી જિલ્લાની પસંદગીની ૧૯૩ શાળાઓમાં ૧૨ નવે.ના રોજ નેશનલ એચીવમેન્ટ સર્વે હેઠળ ધો.૩,,૮ અને ૧૦ ના ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાને લઈ દિવાળી વેકેશન છતાં પસંદગીની ૧૯૩ શાળાઓ ખોલવામાં આવનાર છે.અને આ શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને સમયસર હાજર રાખવા જિલ્લા શિક્ષણ એ તાલીમ ભવન દ્વારા તાકીદ  કરાઈ છે.

 વર્ષ ૨૦૧૭માં જિલ્લામાં નેશનલ એચીવમેન્ટ સર્વે હાથ ધરાયું હતુું.૩ વર્ષ પછી હાથ ધરવામાં આવનાર આ સર્વે હેઠળની પ્રક્રિયાના ભાગરૃપ જિલ્લાની ૧૯૩ શાળાઓની ખાસ પસંદગી કરાઈ છે. ત્યારે દિવાળી વેકેશનના સમયે જ રજા દરમિયાન આ શાળાઓ ૧૨મી નવેમ્બરના રોજ ખુલ્લી રખાશે.અને આ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૩,,૮ અને ૧૦ ના ૮ હજારથી વધુ બાળકો આ પરીક્ષામાં જોડાનાર હોવાનું જિલ્લાના નાયબ  પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલે જણાવ્યું હતું.

૧૨ મી નવેમ્બરને શુક્રવારના રોજ યોજાનાર આ પરીક્ષાઓને લઈ પસંદગી કરાયેલ ૧૯૩ શાળાઓના આચાર્યઓએ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમયસર હાજર રહે તે માટે જરૃરી કાર્યવાહી હાથ ધરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તાકીદ કરાઈ છે. સવારે ૭ થી ૧૨.૩૦ દરમિયાન આ શાળાઓ વેકેશન છતાં ખોલવામાં આવશે અને આ પરીક્ષા કામગીરી ઉપર જરૃરી સુપર વીઝન માટે રચાયેલ સર્વે ટીમના ૧ નિરીક્ષક અને ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર હાજર રહેશે.

 ધોરણ ૩ અને ૫ ના વિદ્યાર્થી માટે ૭૦ મીનીટ અને ધોરણ ૮ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ૧૨૦ મીનીટની આ પરીક્ષાનો સમય નિર્ધારીત કરાયો છે. ત્યારે આ પરીક્ષાના મૂલ્યાંકનના આધારે જિલ્લામાં બાળકો માટે લર્નીંગ પ્રોગામ તૈયાર કરાશે એમ મનાઈ રહયું છે.