Get The App

મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા

પતિએ ત્રણ વર્ષ પહેલા પત્નીને કાઢી મૂકી હતી

ગાયક વાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા 1 - image

અમદાવાદ, બુધવાર

જમાલપુરમાં રહેતી મહિલા ગૃહ કલેશના કારણે ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી દરમિયાન પતિએ વર્ષ પહેલા પોસ્ટ મારફતે તીન તલ્લાક મોકલ્યા હતા પરંતુ મહિલાને તલ્લાક લેવાના ના હોવાથી પોસ્ટ સ્વીકારી ન હતી બીજીતરફ પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને  તલ્લાક લેવા ના હોવાથી પોસ્ટ સ્વીકારી ન  હતી સગા સમજાવવા જતાં  પતિએ કહ્યું મેં તલ્લાક આપી દીધા છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જમાલપુરમાં પિયરમાં રહેતી મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં જુહાપુરા ખાતે રહેતા પતિ  સામે ફરિયાદ નોંધાવી છે કે ૧૩ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પરંતું નાની બાબતે તકરાર થતાં મહિલાનેં અડોશ પડોેશમાં કોઇની સાથે વાત  કરવા દેતા ન હતા જેથી મહિલાને ઘરમાં જ રહેવું પડતું હતી એટલું જ નહી પિયરમાં કોઇની સાથે વાત કરવા દેતા ન હતા. 

જેથી મહિલા થોડા સમય માટે પિયરમાં ગઇ હતી બાદ ૨૦૧૨માં સમાધાન થતાં સાસરીમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ પતિ સાથે તકરાર થતાં પતિ તેમને રાખવા માગતા ન હોેવાનું કહીને પિયરમાં મોકલવાનું કહેતા હતા. ૨૦૨૩માં પિયરમાં રહેવા આવી ગયા બાદ ૨૦૨૫માં પતિએ વર્ષ પહેલા પોસ્ટ મારફતે તીન તલ્લાક મોકલ્યા હતા પરંતુ મહિલાને તલ્લાક લેવાના ના હોવાથી પોસ્ટ સ્વીકારી ન હતી બીજીતરફ પતિએ બીજા લગ્ન કરી લીધા હતા.