Gujarat

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ

By GS TEAM
25 Apr 20261 min read
મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ

અમદાવાદ, શનિવાર

મણીનગરમાં રેલવે ફાટક બંધ હોવા છતાં ઉતાવળે જવાની લ્હાયમાં યુવકે પાટા ઓળંગ્યા હતા. આ સમયે ટ્રેન નીચે આવી જતાં યુવકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવ અંગે મણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

ઓળખના  પુરાવા ન મળ્યા ઃ  સીસીટીવી ફૂટેજ આધારે આપઘાત કે અકસ્માતે મોત અંગે તપાસ

મણીનગર વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગે ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું. આ સમયે એક અજાણ્યો ૪૦ વર્ષનો યુવક વહેલા જવાની લ્હાયમાં ફાટક બંધ છતાં પાટા ઓળંગીને જવાનો પ્રયાસ કરતો હતો આ સમયે ફાટકની બન્ને બાજુ ઉભા રહેલા લોકોએ બુમાબુમ કરી તો પણ યુવક રેલવેગાડીની અડફેટે આવી જતાં મોતને ભેટયો હતો. આ  ઘટના રેલ્વે ફાટક ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

 આ ઘટનાની જાણ થતાં મણીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો પોલીસે તપાસ કરતાં મૃતક યુવક પાસેથી મોબાઇલ કે પછી ઓળખના કોઇ પુરાવા મળ્યા ન હતા. પોલીસે આસપાસના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નાંેધ અને સીસીટીવી ફૂટેજ આધારે યુવકની ઓખળ પરખની કરવાની કવાયત હાથ ધરી છે.