વડોદરાના વાસણા ભાયલી રોડ પર દબાણ શાખા ત્રાટકી : કમ્પાઉન્ડ વોલ સહિત 10 ઓટલાનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી વાસણા ભાયલી રોડ પર ટીપી 14ની જય જલારામ નગર સોસાયટીના મકાનની ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ અને દબાણ કરીને મકાનો આગળ બનાવાયેલા 8-10 જેટલા ઓટલા પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પાલિકાની દબાણ શાખાનું તંત્ર નિયમિતપણે એક્શનમાં રહે છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી.
ગોત્રી વાસણા ભાયલી વિસ્તારની ટીપી 14માં જય જલારામ નગર સોસાયટીમાં કેટલાક મકાનો આગળ ગેરકાયદે ઓટલા બનાવી દેવાયા હતા. આ ઉપરાંત એક મકાનની કમ્પાઉન્ડ વોલ પણ ગેરકાયદે હોવાની પાલિકા તંત્રને જાણ થઈ હતી. પરિણામે એસ.આર.પી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ ખાતાની ટીમે બુલડોઝરના સહારે મકાનની ગેરકાયદે બનાવાયેલી કમ્પાઉન્ડ વોલ સહિત 8થી 10 જેટલા મકાનો આગળ ગેરકાયદે બનેલા ઓટલા પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ વખતે સોસાયટીના સ્થાનિકો ઘટના સ્થળે તમાશો જોવા એકત્ર થયા હતા પરંતુ એસઆરપી પોલીસની ટીમે સમજાવટથી તમામને હટાવ્યા હતા.








