Get The App

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત

૨૮ માર્ચે સમા જલારામ મંદિર પાસે રિપેરીંગ દરમિયાન ઇજા થઇ હતી

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત 1 - image

વડોદરા,માર્ચ મહિનામાં  સમા જલારામ મંદિર પાસે વીજ થાંભલા પર કામ કરતા સમયે થાંભલા સાથે નીચે પટકાયેલા કોન્ટ્રાક્ટના કર્મચારીનું મોત થયું છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિરોદ ગામના રાઠોડિયા ફળિયામાં પરિવાર સાથે રહેતા  રમેશભાઈ ચંદુભાઈ રાઠોડિયા (ઉં.વ.૪૮) વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરની ત્યાં કામ કરતા હતા. ે ગત ૨૮ મી  માર્ચે સમા જલારામ મંદિર પાસે આવેલી સોસાયટીમાં રમેશભાઈ વીજ થાંભલા પર ચઢીને કામ કરતા હતા.  થાંભલો પડતા તેઓ પણ થાંભલા સાથે જમીન પર પટકાયા હતા.  માથામાં  ગંભીર ઈજા થતા  તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ૫૧ દિવસથી  તેઓની સારવાર ચાલી રહી હતી. પરંતુ, તેમનો જીવ બચી શક્યો નહતો.જે અંગે સમા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.