અમદાવાદ, મંગળવાર
ઓઢવમાં સગીર છરી લઇને ત્રણ વખત સિગારેટ લેવા ગયો જેથી તકરરા થઇ હતી અને અવાર નવાર આ પ્રમાણેની દાદાગીરીને લઇને બે શખ્સોએ સગીરનું અપહરણ કર્યું હતું અને કારખાનાના ધાબા પર લઇ જઇને આખી રાત ગોંધી રાખીને પાઇપથી માર માર્યો હતો. ત્યારબાદ ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીર વહેસી સવારે ઘરે જઇને રડવા લાગ્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરને ઉતારીને આરોપીઓ ભાગી ગયા, વહેલી સવારે ઘરે જઇ રડવા લાગ્યો ઃ ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી
ઓઢવમાં રહેતી વિધવાએ બે યુવકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૧-૦૩-૨૦૨૬ તેમનો છૂટક મજૂરી કરતો ૧૭ વર્ષનો પુત્ર ઘરે ન આવ્યો ન હતો જેથી માતાએ ફોન કરતા બહાર જમવા જાઉ છું તેમ કહ્યું હતું, બાદમાં વેહેલી સવારે ઘરે આવીને રડવા રડવા લોગ્યો હતો જેને લઇને માતાએ તેન પૂછતા જણાવ્યું કે તે કામધંધેથી ઘરે ચાલતો આવતો હતો ત્યારે ઓઢવ ગાય સર્કલ પાસે પાસેથી એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો અપહરણ કર્યું હતું અને ઓઢવ રઘુવીર એસ્ટેટ ખાતે કારખાનાના ધાબા પર લઇ ગયા હતા.
જ્યાં ઉપરોક્ત બે આરોપીસહિત ચાર શખ્સોએ કોઇ કારણોસર સગીરને અપશબ્દો બોલીને આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો બાદ લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. ત્યારબાદ એક્ટિવા ઉપર બેસાડીને ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીરને ઇજાઓ થતા સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સગીર અવાર નવાર છરી લઇને સિગારેટ લેવા માટે જતો હતો તાજેતરમાં ત્રીજી વખતે છરી લઇને સિગારેટ લેવા માટે ગયો હતો જેથી આરોપીઓએ તેને શબક શિખવાડવા માટે અપરહણ કરીને માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું.


