Get The App

પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા

મણિનગરમાં માતા ગભરાયેલા લાગતા પુત્રીએ પડોશી મહિલાને જાણ કરી

મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા 1 - image

અમદાવાદ, શુક્રવાર

મણિનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધાને સાયબર ગઠિયાએ ૪૮ કલાકથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. દિકરી સાથે ફોન ઉપર વાત કરતાં માતા ગભરાયેલા લાગ્યા હતા જેથી પડોશીએ મહિલાને ઘરે મોકલતાં વૃદ્ધાએ તેઓ ઘર બહાર જવા તથા દરવાજો બંધ કરવા કહ્યું હતું જો કે વિડિયો કોલ ચાલું હોવાથી પડોશીને ડિઝીટલ એરેસ્ટની શંકા ગઇ હતી જેથી હિંમત આપતાં જાણવા મળ્યું હતું  કે વૃદ્ધા એફડી તોડાવીને ૨૩ લાખ લાવ્યા હતા જો કે મહિલાની સતર્કતાના કારણે રૃપિયા બચી ગયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા સિનિયર સિટીઝનનું કાઉન્સેલિંગ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધાએ પડોશીને ઘર બહાર જઇ દરવાજો બંધ કરવા કહ્યું, વિડિયોકોલ ચાલું હોવાથી ડિઝીટલ એરેસ્ટની શંકા, હિંમત આપતા રૃા.૨૩ લાખની એફડી તોડાવ્યાની જાણ થઇ

મણિનગરમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને તેમના પતિ એકલા રહેતા હતા. તેમની દિકરીએ ગઇકાલે માતા સાથે ફોન ઉપર વાત કરતાં તે ગભરાયેલા લાગતા હતા જેથી તેઓએ પડોશી મહિલાને તેમના ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું. પડોશી મહિલા ઘરે જતાં વૃદ્ધાએ તેમને ઘર બહાર જવા અને દરવાજો બંધ કરવા કહ્યું હતું. જો કે ઘરમાં વિડિયોકોલ ચાલું હોવાથી ડિઝિટલ એરેસ્ટની પડોશી મહિલાને શંકા ગઇ હતી. 

જેથી તેમણે વૃદ્ધા સાથે વાત કરતાં જાણ થઇ હતી કે સિનિયર સિટીઝન ડિઝિટલ એરેસ્ટ થયેલા હતા અને સાયબર ગઠિયાને આપવા માટે બેન્કમાંથી રૃા. ૨૩ લાખની એફડી તોડાવાની હતી જો કે પડોશી મહિલાની સતર્કના કારણે વૃદ્ધાના લાખો રૃપિયા બચી ગયા હતા.