Get The App

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત

ઓઢવમાં હિટ એન્ડ રન ઃ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો

અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત 1 - image


અમદાવાદ, શુક્રવાર

ઓઢવ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સોનીની ચાલી પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ઝિબ્રા ક્રોસિંગમાંથી વૃદ્ધ ચાલતા કોરીડોર ક્રોસ કરી રહ્યા હતા તે સમયે રોંગસાઇડમાં આવેલા બાઇક ચાલકે  તેમને ટક્કર મારતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન  પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત 

નરોડામાં  રહેતા વૃદ્ધ તા. ૦૮-૦૬-૨૦૨૨૬ના રોજ  બપોરે વૃદ્ધ કામ માટે ઓઢવ ફાયર સ્ટેશન પાસે ગયા હતા. જ્યાંથી તેઓ સોનીની ચાલી પાસે આવતી સમયે સોનીની ચાલી નજીક ગ્રીડ સ્ટેશન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ઝિબ્રા ક્રોસિંગમાંથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. 

આ સમયે ફૂલ સ્પીડમાં બીઆરટીએસ કોરીડોરમાં રોંગ સાઈડ ચલાવીને આવેલા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેને લઇને તેઓને પ્રથમ રખિયાલની ખાનગી હોસ્પિટલ બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભાગી જનારા વાહન ચાલકની સીસીટીવી ફૂટેજ આધારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.