Gujarat
પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ
By GS TEAM
3 Feb 20261 min read

- ભાવનગર ગ્રામ્ય ડિવિઝનમાં વીજચેકિંગ
- વીજતંત્રની 42 ટીમ દ્વારા કુલ 392 વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા
ભાવનગર : પીજીવીસીએલના ભાવનગર ગ્રામ્ય ડિવિઝ હેઠળના પાંચ સબ ડિવિઝનના ૧૧૩ કનેક્શનોમાં કુલ રૂ.૪૩.૭૯ લાખની વીજચોરી વીજતંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના ભાવનગર ગ્રામ્ય સબ ડિવિઝન હેઠળના સણોસરા, સિહોર ટાઉન અને ગ્રામ્ય, વરતેજ અને વલ્લભીપુર એમ કુલ પાંચ સબ ડિવિઝનમાં પીજીવીસીએલની કુલ ૪૨ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ૩૮૯ રહેણાંકી અને ૩ વાણિજ્ય મળી કુલ ૩૯૨ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧૨ રહેણાંકી અને ૧ વાણિજ્ય મળી કુલ ૧૧૩ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૪૩.૭૯ લાખની વીજચોરી ઝડપાઈ હતી.









