Get The App

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 1 - image

મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપને બહુમતી

સાધારણ સભામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કરાશે ઃ પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાણવા કાર્યકરો ઉત્સુક

ભાવનગરભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ ત્રણેય નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આ નગરપાલિકાઓમાં આવતીકાલે મંગળવારે સાધારણ સભામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપના બને તેવી પુરી શકયતા છે.

જિલ્લામાં ગત તા. ર૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા, જેમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો, જયારે કોંગ્રેસનો પરાજય થયો હતો. પરિણામના આશરે ર૦ દિવસ બાદ આવતીકાલે મંગળવારે બપોરના ૧ર કલાકે નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે પરંતુ કોંગ્રેસ પાસે ઓછી બેઠક હોવાથી ભાજપના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તેમ જણાય રહ્યુ છે. ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ સાધારણ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને નામનું કવર આપવામાં આવશે. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામો સત્તાવાર જાહેર કરવામાં આવશે.

જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે ભાજપના ચૂંટાયેલા સભ્યોએ જોર લગાવ્યુ હતુ તેથી પ્રમુખ-ઉપપ્રમુખ કોણ બને છે ? તેની રાહ જોવી જ રહી. પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાણવા માટે ભાજપ કાર્યકરો સહિતના લોકો ઉત્સુક હોવાનુ ચર્ચાય રહ્યુ છે.