Get The App

જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
જનોડ પાટિયા નજીક બાઇકે અડફેટે લેતા વૃદ્ધનું કરૂણ મોત 1 - image

- જાદવપુરાના વૃદ્ધ જોરાપુરાથી ચાલીને ઘરે જતા હતા

- વૃદ્ધને બાલાસિનોરના ખાનગી દવાખાને ખસેડાયા પણ સારવાર કારગત ન નીવડી

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જનોડ પાટિયા નજીક સાંજના સમયે ચાલીને ઘરે જઇ રહેલા જાદવપુરાના વૃદ્ધને બાઇક ચાલકે અડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત ની૫જ્યું છે. આ અંગે બાઇક ચાલક સામે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બાલાસિનોર તાલુકાના મેઘલિયામાં રહેતા દિલીપભાઇ મંગળભાઇ ચૌહાણે જાદવપુરા ગામના બાઇક ચાલક ભાવેશભાઇ સોમાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૩ના રોજ એક લગ્ન પ્રસંગમાં ગયા બાદ સાંજે જોરાપુરા ગામેથી ચાલીને પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. આ વખતે જનોડ પાટિયાથી મેઘલિયા તરફ જવાના રસ્તા પર એક બાઇક પર આવી રહેલા ભાવેશભાઇએ ફરિયાદી સાથે ચાલી રહેલા મોહનભાઇ રામાભાઇ ઝાલા(ઉ.વ.૬૦)ને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે મોહનભાઇને સારવાર માટે બાલાસિનોરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત ની૫જ્યું હતું. આ અંગે બાલાસિનોર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.