Get The App

બાઇક ચાલકે ટક્કર મારતા મોેપેડ પર જતા વૃદ્ધનું મોત

હરણી રોડ પર અકસ્માતમાં ગંભીર ઇજા થતા યુવાનનું સારવાર દરમિયાન મોત

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
બાઇક  ચાલકે ટક્કર મારતા મોેપેડ પર જતા વૃદ્ધનું  મોત 1 - image

વડોદરા,છાણી ગામ રામા કાકા ડેરી પાસેથી મોપેડ લઇને જતા સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા અઠવાડિયાની સારવાર પછી તેઓનું મોત થયું છે.

છાણી ગામ રામાકાકા ડેરી પાસે રહેતા  એન્થની  પીટર (ઉં.વ.૭૫)  નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૭ મી માર્ચે તેઓ મોપેડ લઇને જતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેઓને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેઓનું મોત થયું છે. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા છગનભાઇ મનુભાઇ (ઉં.વ.૩૯) ગત ૧૧ મી તારીખે  તેમના મિત્ર વિકી પીંઠોરા સાથે રાત્રે આઠ વાગ્યે સંગમ ચાર રસ્તા પાસે આવેલી સ્ટેટ બેન્કની ગલીથી વિજયનગર તરફ જતા હતા. વિકી પીઠોરા મોપેડ ચલાવતો હતો. મોપેડ સ્લિપ થઇ જતા છગનભાઇને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થતા વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.