Get The App

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો

વટવામાં ઘરમાંથી રૃા.૪૪ હજારના ૮૭૯ ગ્રામ ગાંજા સાથે શખ્સ પકડાયો

ફરાર આરોપી ગાંજો વેચવા માટે દિવસના ૬૦૦ રૃપિયા મજૂરી પેટે આપતો

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો 1 - image

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે નશીલા પદાર્થોનું બેરોકટોક ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સની ટીમે વટવામાં આવેલા મકાનમાં દરોડા પાડયા હતા. જેમાં માળિયામાં તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીઓ મળી હતી. આ થેલીઓ ઉપર ચાકલેક તથા ડ્રાયફ્રૂટ લખેલું હતું. પોલીસે આ થેલીઓ ખોલી તો થેલીમાં થેલી હતી જેમાં રૃા.૪૪ હજારના ૮૭૯ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથધરી છે. 

ફરાર આરોપી ગાંજો વેચવા માટે દિવસના ૬૦૦ રૃપિયા મજૂરી પેટે આપતો ઃ વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમની એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સના એ.એસ.આઇ,વૈભવભાઇએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવા ઇન્સાનયીત નગર ખાતે રહેતા ઇરફાન કુરેશી અને કરીમ ભૈયા સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસને બાતમી મળી હતી કે વટવા ચાર માળીયા નજીક આવેલા ઈન્સાનિયતનગરના એક મકાનમાં જાહેરમાં૨ ગાંજાનું વેચાણ થઇ રહ્યું છે. 

જેના આધારે પોલીસે દરોડા પાડીને ગાંજાનું વેચાણ કરી રહેલા ઈરફાન કુરેશીને રૃા. ૪૪ હજારના ૮૭૯ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો  હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતાં ઘરના માળીયામાં ચોકલેટ તથા ડ્રાયફ્રૂટ  લખેલી થેલીઓમાં ગાંજાનો જથ્થો સંતાડયો હતો. ત્યારબાદ ઝડપાયેલા આરોપી પૂછપરછ કરતા કરીમ ભૈયા ગાંજાનો જથ્થો ખરીદીને લાવતો અને ગાંજાનું વેચાણ કરવા માટે આરોપીને કામ સોંપ્યું હતું. જેમાં કરીમ આરોપીને રોજના રૃા. ૬૦૦ મજુરી પેટે આપતો હોવાની કબૂલાત કરી હતી.