Get The App

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે

ખાનગી કંપની પાસેથી પાંચ વર્ષમાં બે કરોડનુ આંધણ કરી લિકવીડ ઓકિસજન લીધુ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
હોસ્પિટલ તંત્રની બેદરકારીથી  વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ તંત્રની બેદરકારીથી છ વર્ષ પહેલા હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહયો છે.જયારે હોસ્પિટલે પાંચ વર્ષમાં રુપિયા બે કરોડનુ આંધણ કરી લિકવીડ ઓકિસજન મેળવ્યુ હોવાનો  વિપક્ષના  પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.

વર્ષ-૨૦૨૦માં કોરોના મહામારીના સમયમાં વી.એસ.હોસ્પિટલને દાતા તરફથી ૫૦૦ એલએમપી ક્ષમતાનો આપવામા આવેલ ઓકિસજન પ્લાન્ટનો એકપણ દિવસ હોસ્પિટલ દ્વારા ઉપયોગ કરવામા આવ્યો નથી.હોસ્પિટલ તંત્ર તરફથી આપવામા આવેલા જવાબમા તેમણે પણ સ્વીકાર્યુ છે કે,દાતા તરફથી મળેલ ઓકિસજન પ્લાન્ટનો એકપણ દિવસ ઉપયોગ કરવામા આવ્યો નથી.એક ખાનગી કંપની પાસેથી  છ વર્ષમાં બે કરોડથી વધુ રકમનો લિકવીડ ઓકિસજન ખરીદી હોસ્પિટલ તંત્રે દાતાની ભાવનાને અવગણી પ્રજાના નાણાંનો વ્યય કર્યો હોવાથી જવાબદાર અધિકારી સામે પગલા ભરવા માંગણી કરાઈ છે.