Get The App

ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં ધો.૧ થી ૧૦માં ડ્રોપ આઉટ થયેલા ૧૬૭૭૪ વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવાની કવાયત એપ્રિલ મહિનાથી શરુ કરવામાં આવી છે.

સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના દાવા પ્રમાણે આ પૈકીના ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફરી ભણવા માટે સમજાવવામાં આવ્યા છે અને તેમને અલગ અલગ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.બાકીના ૬૩૯૬ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલ સુધી લાવવા માટેના પ્રયત્નો ચાલી રહી છે. આ પૈકીના ૨૮૯૧ વિદ્યાર્થીઓ માઈગ્રેટ થઈ ગયા છે.જ્યારે ૨૮૯૧ વિદ્યાર્થીઓ ભણવા માટે ઈચ્છુક નથી.૬૬૬  વિદ્યાર્થીઓનો સંપર્ક થઈ શકતો નથી.

ભણવા તૈયારના હોય તેવા  વિદ્યાર્થીઓને જરુર પડે તો ઘરે જઈને પણ સમજાવવામાં આવી રહ્યા છે.જેમાં મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા છે.આગામી સાત દિવસ સુધી આ અભિયાન ચલાવાશે અને તેમાં સાંસદ, ધારાસભ્યો અને કાઉન્સિલરો પણ જોડાશે.સાથે સાથે માઈગ્રેટ થયેલા વિદ્યાર્થીઓ જે શહેરમાં હશે ત્યાં તેમને પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરાશે.