Get The App

હાઇવે પર ઊભેલા વાહનમાં ટેમ્પો ઘુસી જતા ડ્રાઇવરનું મોત

ટાયરમાં અવાજ આવતો હોઇ ડ્રાઇવર વાહન રોડની સાઇડ પર ઊભુ કરી ચેક કરતો હતો

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
હાઇવે પર ઊભેલા વાહનમાં ટેમ્પો ઘુસી જતા ડ્રાઇવરનું મોત 1 - image

વડોદરા,મોડીરાત્રે ભારતમાલા હાઇવે પર સોનારકૂઇ ગામ નજીક આગળ ઊભેલા ટેમ્પામાં પાછળથી આવતો ટેમ્પો  ધડાકાભેર અથડાતા ડ્રાઇવરનું મોત થયું છે. 

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભીલોડીયા પ્લોટમાં રહેતા સુફિયાન હુસેનભાઇ હઠિલા, ઉં.વ.૩૪ ગઇકાલે રાત્રે ટેમ્પો  લઇને ભારતમાલા હાઇવે પરથી આવી રહ્યા હતા. તે દરમિયાન સોનારકૂઇ ગામ પાસે હાઇવે પર આગળ ઊભેલા ટેમ્પામાં તેઓ ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા મોત થયું છે.જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટેમ્પાના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તેની ગાડીના ટાયરમાં અવાજ આવતો  હોઇ તે ચેક કરવા  માટે હાઇવેની સાઇડ પર ટેમ્પો ઊભો  રાખીને ચેક કરતો હતો. તે દરમિયાન અકસ્માત થયો હતો.