Get The App

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત 1 - image

રખડતા ઢોરે ધોળકાના પરિવારનો માળો વિખેર્યો

અકસ્માતમાં મૃતકના પત્નીને ગંભીર ઇજા ઃ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ બાળકીનો આબાદ બચાવ

બગોદરા -  બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના પત્નીને ગંભીર ઇજા પહોંચતા સાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા હાઈવે પર રખડતા પશુના કારણે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ધોળકાની મંગલમૂત સોસાયટીમાં રહેતા રાહુલભાઈ જાદવ પોતાની પત્ની અને ચાર વર્ષની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે રૃપાવટી ગામ પાસે અચાનક એક આખલો આડો ઉતર્યો હતો. આખલો અથડાતા એક્ટિવા રોડ પર પટકાયું હતું, જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.