Get The App

શહેર અને જિલ્લામાં ખાણીપીણીની લારીઓ પર સબસિડિવાળા ગેસ બોટલોનો ખુલ્લેઆમ કોમર્શિયલ ઉપયોગ

સબસિડિવાળા ગેસ બોટલનો થતો દુરુપયોગ રોકવા તંત્ર ક્યારે દરોડા પાડી કાર્યવાહી કરશે?

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
શહેર અને જિલ્લામાં ખાણીપીણીની લારીઓ પર  સબસિડિવાળા ગેસ બોટલોનો ખુલ્લેઆમ કોમર્શિયલ ઉપયોગ 1 - image

વડોદરા, તા.12 વડોદરા શહેર તેમજ જિલ્લામાં ઘરગથ્થુ એલપીજી બોટલના બૂકિંગ માટે લાંબી લાઇનો લાગી રહી છે જ્યારે ખાણીપીણીની લારીઓ પર ખુલ્લેઆમ ઘરગથ્થુ ગેસ બોટલોનો કોમર્શિયલ ઉપયોગ થઇ રહ્યો છે.

ખાડી યુધ્ધની સ્થિતિમાં ગેસ સપ્લાય પર અસર પડી હોવાથી દેશમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર કંટ્રોલ લાવી ઘરગથ્થુ ગેસ બોટલોને પ્રાથમિકતા આપવામાં આવી છે. સબસિડિવાળા ગેસ બોટલો મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. કેટલાક લોકો પાસે ગેસનો બોટલ હોવા છતાં તાત્કાલિક બીજો બોટલ મેળવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા છે. જ્યારે કોમર્શિયલ ગેસ બોટલો પર નિયંત્રણોના કારણે તેનો સપ્લાય, વપરાશ ઘટયો છે.

જ્યારે ખાણીપીણીની લારીઓ પર ઘરગથ્થુ ગેસ બોટલોનો ખુલ્લેઆમ ઉપયોગ થઇ રહ્યો છે. સબસિડિવાળા ગેસ બોટલોનો અનેક લોકો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી. હાલની પરિસ્થિતિમાં સબસિડિવાળા ગેસ બોટલોના કોમર્શિયલ ઉપયોગ પર પગલા લેવા જરૃરી હોવા છતાં કોઇ પગલા લેવાતા નથી અને ગેસ એજન્સીઓની બહાર સબસિડિવાળા ગેસ બોટલો મેળવવા માટે લોકોની લાઇનો લાગી રહી છે.

ખરેખર ગેસ એજન્સીઓમાં જઇને તપાસ કરવાના બદલે તંત્ર દ્વારા સબસિડિવાળા ગેસ બોટલનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોય તેવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઇએ પરંતુ આવા લોકો સામે તંત્ર કુણું વલણ અપનાવી રહ્યું છે.