Get The App

જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મોરબીના બુકીનું નામ ખુલ્યું

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મોરબીના બુકીનું નામ ખુલ્યું 1 - image

Jamnagar : જામનગર શહેરમાંથી પોલીસે ગઈકાલે એક તબીબને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે આઈ પી.એલ. ની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે. જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અને આઈડી આપનાર મોરબીના એક બુકીને ફરાર જાહેર કર્યો છે. 

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે ખંભાળિયા ગેઇટ નજીક સોની સમાજની વાડી પાસે ક્રિકેટના જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી ખોલીને આઈ.પી.એલ.ની કોલકત્તા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમી રહેલા સ્વીટુભાઈ ઉર્ફે શ્યામ હિતેશભાઈ પરમારની અટકાયત કરી લીધી છે. જે તબિબ તરીકે વ્યવસાય કરે છે, અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 29 માં ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે તેના કબજામાંથી રૂપિયા 10,000ની કિંમતનો મોબાઇલ ફોન અને 700 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.

 જેની પૂછપરછમાં પોતે આ આઈડી મોરબીના હાર્દિકભાઈ ભરવાડ નામના બુકી પાસેથી મેળવી હોવાનું અને તેમાં ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે મોરબીના હાર્દિક ભરવાડને ફરાર જાહેર કરી તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.