Get The App

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી : આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા, પુરૃષ મિત્ર સાથે રહેતી ૨૭ વર્ષની ડિવોર્સીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ જૂનાગઢના  દેવેન્દ્ર પરમાર અને ભૂમિ  સોલંકી( ઉં.વ.૨૭ ) છેલ્લા એક વર્ષથી લિવ ઇન માં સાથે રહેતા હતા. તેઓ એક મહિના અગાઉ શહેરના સમા છાણી રોડ ઉપર આવેલા ગેલેક્સી ફ્લેટમાં  ભાડે રહેવા  આવ્યા હતા.  દેવેન્દ્ર કચ્છમાં ખનીજનો ધંધો કરતો હતો. જ્યારે ભૂમિ ઘરકામ કરતી હતી. ભૂમિના  પતિ સાથે છૂટાછેડા થયા હતા. જ્યારે દેવેન્દ્રના તેની પત્ની સાથે છૂટાછેડાનો કેસ  ચાલી રહ્યો છે. ગઇકાલે દેવેન્દ્ર ઘરના બહારના રૃમમાં સૂઇગયો હતો. જ્યારે ભૂમિ અંદરના રૃમમાં સૂતી હતી.સવારે દેવેન્દ્રએ જાગીને જોયું તો ભૂમિએ આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા  પોલીસને જાણ કરતા હે.કો. રાજુભાઇએ સ્થળ પર જઇને તપાસ કરતા કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ભૂમિના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.