Get The App

વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના પરમારનું ફોર્મ મંજૂર

અપક્ષ ઉમેદવારે કહ્યું,રીલ સ્ટાર સામે રીયાલિટીનો જંગ છે,મેદાનમાંથી નહિ ખસું

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના  પરમારનું ફોર્મ મંજૂર 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં હાઇ પ્રોફાઇલ બનેલી પોર બેઠક પર ભાજપમાંથી બળવો કરનાર મહિલા ઉમેદવારનું ફોર્મ મંજૂર થતાં તેમને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

પોર બેઠક પર ભાજપે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ,યુવા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને રીલ સ્ટાર તરીકે જાણીતા બનેલા અંકિતા પરમારને ટિકિટ આપતાં તેની સામે ભાજપના જ મહિલા કાર્યકર નયના પરમારે ઉમેદવારી કરી હતી.

જેનું આજે ફોર્મ મંજૂર થતાં અને તેમને સમાધાનનો ઇનકાર કરતાં ચૂંટણી લગભગ નક્કી થઇ છે.અપક્ષ ઉમેદવારે પ્રતિક્રિયા આપી હતી કે,યુધ્ધના મેદાનમાં ઉતરી ગયા પછી પાછું ના જવાય.આ જંગ રીલ સામે રીયાલિટીનો છે.