Get The App

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત 1 - image

ગુજરાતનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળ બીજો ગુનો નોંધાયો

માણેકવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં મિલકત વહેંચી

ભાવનગરભાવનગર શહેરમાં આવેલ જુની માણેકવાડી વિસ્તારમાં પ્લાટ નં.૫૮૨માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં.બી-૧૦ વાળી મિલકતમાં અશાંતધારા હેઠળની મિલ્કત મંજુરી વગર તબદીલ કરવા અંગે નોંધાયેલ ગુનામાં મિલકત વેચનાર અને ખરીદનારની અટકાયત કરી લીધી છે.

વિદ્યાનગર ખાતે આવેલ મામલતદાર કચેરીના એકયુકયુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર કે.બી.ચાંદલિયાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં પ્લોટનં ૫૮૨, વોર્ડ નં.૫, શીટ નં.૧૩૫, સીટી સર્વ નં .૪૨૮૧,૪૨૮૨થી નોંધાયેલ જમીન ઉપર સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં બી-૧૦ વાળી મિલકતમાં અશાંત ધારો લાગુ હોવા છતા આ મીલ્કતના માલીક  ચંદ્રાકાન્ત ભગવાનદાસ લંગાળીયાએ પોતાની મીલ્કત વેચાણથી જીલાની સલીમભાઇ ધોળીયા (ધર્મ-મુસ્લીમ હાલ રહે-સદર મુળ રહે-અલકા ટોકીઝ, રાઠોડ પાનવાળો ખાંચો, કાછીયા વાડ, ભાવનગર )ને વેચાણ આપી કબ્જો સોંપી આપેલ અને આ મિલકત હાલ તબદીલ કરવા માટે તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાયબ કલેકટર ભાવનગર ખાતે મંજુરી માટે અરજી રજુ કરેલ છે. આમ, અશાંત ધારા વિસ્તારમાં મિલકત તબદીલ કરવા અંગે અગાઉ પરમિશન લીધા વિના ઉપરોક્ત જણાવેલ મીલ્ક તેના માલીક ચંદ્રાકાન્ત ભગવાનદાસ લંગાળીયાએ પોતાની મીલ્કત જીલાની સલીમભાઇ ધોળીયા જાતે-મુસ્લીમને વેચી દઈ કબ્જો સોપી દઈ બન્નેએ ગુજરાત અશાંત વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ અધિનિયમ-૧૯૯૧ ની કલમ ૪,, ૬ (ડી) તથા ૯(એ) નો ભંગ કર્યો છે. આ બનાવ સંદર્ભે ગંગાજળિયા પોલીસ મથકમાં બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અન્વયે ગંગાજળિયા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આમ ગુજરાત રાજ્યનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળ બીજો ગુનો રજીસ્ટર થયેલ છે.