Gujarat

પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધુ કેસ છતાં આરોગ્ય તંત્ર નિષ્ક્રિય: પાણી ટેસ્ટિંગમાં ગુજરાત ટોપ-5 માં પણ નથી!

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં એક વર્ષમાં 3.28 લાખથી વધુ પાણીજન્ય બીમારીના કેસ નોંધાયા છે. છતાં પાણીના સેમ્પલ ટેસ્ટિંગમાં ગુજરાત પાછળ છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 1.21 લાખ સેમ્પલ લેવાયા, જે ટોચના 5 રાજ્યોમાં પણ નથી. તંત્ર રોગચાળા પછી જ જાગે છે, નિયમિત ટેસ્ટિંગ થતું નથી. અનેક અંતરિયાળ વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધુ કેસ છતાં આરોગ્ય તંત્ર નિષ્ક્રિય: પાણી ટેસ્ટિંગમાં ગુજરાત ટોપ-5 માં પણ નથી!

Gujarat Waterborne Disease Cases: ગુજરાતમાં એક વર્ષમાં પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધારે કેસ નોંધાયા છે. આમ છતાં વાત પાણીના સેમ્પલના પરીક્ષણની આવે તો ગુજરાતે જાણે હજુ સુધી કોઈ બોધપાઠ લીધો નથી. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પાણીના માત્ર 1.21 લાખ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સૌથી વધુ સેમ્પલ લેવાના મામલે ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં પણ સામેલ નથી.

અનેક અંતરિયાળ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા

ગુજરાતમાં તંત્ર દ્વારા વર્ષ એપ્રિલ 2026થી ત્રીજી ઓગસ્ટ 2026 સુધી પાણીના 1.27 લાખ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેની સરખામણીએ તામિલનાડુમાં 3.40 લાખ, મધ્ય પ્રદેશમાં 2.33 લાખ અને મહારાષ્ટ્રમાં 2.15 લાખ જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ, પાણીના સેમ્પલ લેવાને મામલે ગુજરાત ઘણું જ પાછળ છે. ગુજરાતમાં વર્ષ 2024-25માં માત્ર 71204 અને વર્ષ 2025-26માં 3.12 લાખ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

20260804-263998-1785782043 (1).jpeg
20260804-263998-1785782043.jpeg

વર્ષ 2024-25 કરતાં 2025-26માં સેમ્પલ વધારે લેવાનું કારણ ઈન્દોરમાં પાણીજન્ય રોગચાળાની બનેલી ઘટના હતી. હવે એ ઘટના બાદ તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાના પ્રમાણમાં વધારો કરાયો હતો. હવે એ ઘટના ભૂલાઈ ગઈ તે સાથે જ પાણીના સેમ્પલ લેવાના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. જાણકારોના મતે, નિયમિત રીતે પાણીના સેમ્પલ લેવાતા રહે તે જરૂરી છે. પાણીજન્ય બીમારીની કોઈ ઘટના બને ત્યારે જ તંત્ર જાગે તે પૂરતું નથી. આજે પણ અનેક અંતરિયાળ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા રહે છે. પરંતુ તેના નિવારણ માટે કોઈ પગલાં લેવામાં તંત્ર નિષ્ક્રિય જ રહે છે.