Gujarat

ડે. કમિશ્નર સી.વાય ભટ્ટ નિવૃત્ત થતાં કમિશ્નરે ત્રણ ડે. કમિશ્નરોના વિભાગની વહેચણી કરી

By GS Team
1 Mar 20221 min read
This article was originally published on 1 Mar 2022
ડે. કમિશ્નર સી.વાય ભટ્ટ નિવૃત્ત થતાં કમિશ્નરે ત્રણ ડે. કમિશ્નરોના વિભાગની વહેચણી કરી

પ્રતિનિધિ દ્વારા સુરત સોમવાર

સુરત મહાનગરપાલિકાના ડે. કમિશ્નર નિવૃત્ત થયેલા સી.વાય. ભટ્ટનો સંભાળવામાં આવતા વિવિધ વિભાગો અને ખાતાઓની ફાળવણી કમિશ્નર પાનીએ અન્ય ત્રણ ડે. કમિશ્નરોને કરી હતી.

જેમાં ડે. કમિ. એન.વી. ઉપાધ્યાયને આઇએસડી (ઇન્ફોર્મેશન સીસ્ટમ ડીપાર્ટમેન્ટ), ડ્રીમ સીટીમાં જનરલ મેનેજરનું પદ, જી.આઈ.એસ. (જ્યોગ્રાફીકલ ઇન્ફોર્મેશન સીસ્ટમ) સેલ, બાહ્ય ફંડથી ચાલતા પ્રોજેક્ટોની કામગીરી સોંપાઈ છે. ડે. કમિ. સ્વાતી દેસાઈને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી સેલની કામગીરી સોંપાઈ છે, જેમાં તેઓને સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. કંપનીમાં સીઈઓનું પદ પણ સોંપાયું છે. 

કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી સ્કીમની કામગીરીનું સંકલન, હેરીટેજ સેલ, જાહેરત અને હોર્ડીન્ગ્સના વિભાગો પણ તેઓને સોંપાયા સોંપાયા છે જયારે ડે. કમિ. કિનખાબવાલાને આરટીઆઈ સેલમાં નોડલ અધિકારીનું પદ તથા મોડલ વોર્ડ અને વોર્ડ કમિટીની કામગીરી સોંપવામાં આવી છે.