Gujarat

વાલ્મિકી સમાજના પ્રશ્નો મુદ્દે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રા

By GS Team
2 Jan 20221 min read
This article was originally published on 2 Jan 2022
વાલ્મિકી સમાજના પ્રશ્નો મુદ્દે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રા

મોડાસા,તા. 1

ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત શનિવારે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.આ દંડવંત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ ૧૨૦ કીમીની દંડવંત યાત્રા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.

ગુજરાતમાં વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો અને સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા બે વર્ષ અગાઉ માલપુરથી દિલ્હી સુધીની પદયાત્રા યોજી દેશના વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું. પરંતુ આ પડતર પ્રશ્નોને લઈ જરૃરી નિર્ણય નહી કરાતાં હાલ પણ સફાઈ કામદારો મુશ્કેલીઓ વેઠી રહયા છે.

 સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવીડ ફંડ ચૂકવવા,મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા,રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની ૨ ટકા અનામત લાગુ પાડવા,છુટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા,સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ-૪ ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગને લઈ સમાજના અગ્રણી લાલજી ભગત માલપુરથી ગાંધીનગર સુધીના આશરે ૧૨૦ કીમીના અંતરની દંડવત પ્રણામ યાત્રા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે.