Get The App

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગો દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇ માટે યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.જેમાં ખાનગી કંપનીના સેલ્સ મેનેજરે રૃ.૨૦.૮૭ લાખ ગુમાવ્યા છે.

ન્યુ વીઆઇપી રોડના અર્થ આઇકોન-૨ માં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ પાબારીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨જી ઓક્ટોબરે મેં રીયા ગુપ્તાને ફ્રેેન્ડ રિક્વેસ્ટ મોકલતાં તેણે રિક્વેસ્ટ સ્વીકારી હતી અને સામાન્ય વાતચીત કરી હતી.ત્યારબાદ તેણે ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શેરમાર્કેટમાં સારું વળતર અપાવવા વિક્રમસિંહનો સંપર્ક નંબર આપ્યો હતો.

વિક્રમસિંહે શરૃઆતમાં ટ્રેડિંગ કરાવતાં રૃ.૧૦ હજાર સામે ૧૧૫૪૩ નો પ્રોફિટ થયો હતો.ત્યારબાદ રૃ.૨૬ હજાર રોકતાં વધુ પ્રોફિટ થયો હતો.મેં રૃ.૮૦ હજાર ઉપાડતાં આ રકમ મારા ખાતામાં ટ્રાન્સફર થઇ હતી.જેથી વિશ્વાસ આવતાં વધુ રકમનું રોકાણ કર્યું હતું.આવી જ રીતે  દિપ્તીએ પણ મને એક ગુ્રપમાં જોઇન કરી ડોલરના નામે રોકાણ કરાવ્યું હતું.

વિપુલભાઇએ કહ્યું છે કે,મારા એકાઉન્ટમાં રૃ.૩૨.૯૬ લાખનો પ્રોફિટ બતાવવામાં આવતો હતો.પરંતુ આ રકમ ઉપાડવા જતાં સિક્યુરિટી વેરિફિકેશનના નામે ૪.૬૨ લાખ અને વેટના નામે ૫.૯૩લાખ ની માગણી કરવામાં આવી હતી.જેથી શંકા જતાં સાયબર સેલને ફરિયાદ કરી હતી.