Get The App

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા

વધારે નાણાં ઉપાડવા જતા બેંકમાં હાજર પોલીસે ચેતવ્યા

વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ કરીને તેમના વિરૂદ્ધ નોંધાયેલા ૨૭ કેસના કારણે બદનામી થશે તેવું કહીને ડરાવ્યા હતા

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા 1 - image

અમદાવાદ,શુક્રવાર

શહેરના સેટેલાઇટમાં રહેતા ૮૩ વર્ષીય સિનિયર સિટીઝન અને નેવી નિવૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને તેમના વિરૂદ્ધ ૨૭ કેસ નોંધાયા હોવાનું કહીને તેમની પાસેથી ૪૨ લાખની રકમ પડાવી હતી. સિનિયર સિટીઝન તેમના પત્ની સાથે બેંકમાં વધુ નાણાં લેવા માટે ગયા ત્યાર બેંકમાં કોઇ કામથી આવેલા પોલીસે તેમની સાથે  સાયબર ક્રાઇમ થયો હોવાનું જણાવતા છેતરપિંડી થયાની જાણ થઇ હતી.

સેટેલાઇટ રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા રૂદ્રપ્રયાગ ટાવરમાં ૮૩ વર્ષીય  સચીન્દ્રભાઇ ચંદેલ તેમના  પત્ની સાથે રહે છે. ચસીન્દ્રભાઇ નેવીમાં નોકરી કરતા હતા. ગત ડિસેમ્બર મહિનામાં તેમને ટેલીકોમ ડીપાર્ટમેન્ટમાંથી વાત કરતો હોવાનું જણાવીને એક વ્યક્તિએ કોલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે  તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ગુના આચરવામાં આવ્યા છે. જેથી સીબીઆઇ તપાસ કરશે.

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા 2 - imageત્યારબાદ વિડીયો કોલ કરીને સચીન્દ્રભાઇને ડરાવીને તેમની પ્રોફાઇલ જાણીને કોર્ટમાં કેસ થયો છે અને ડીજીટલ એરેસ્ટ કરવા પડશે તેમ કહીને ધમકી આપી હતી કે આ  સિક્રેટ કામગીરી છે. જેથી કોઇને જાણ કરતા નહી. ત્યારબાદ તેમની પાસે રહેલી રકમ અને રોકાણ અંગે ડીકલેરેશન કરવાનું કહીને  બીજા દિવસે બેંકમાં મોકલીને ફીક્સ ડીપોઝીટ તોડાવીને ૨૧ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ બીજી બેંકમા એફ ડી તોડાવીને બીજા ૨૧ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.  જો કે બીજા નાણાં પડાવવાના હોવાથી સતત ત્રીજા દિવસે ડીજીટલ એરેસ્ટ રાખ્યા હતા અને ચસીન્દ્રભાઇ તેમના પત્ની સાથે બેંક ઓફ ઇન્ડિયામાં નાણાં ઉપાડવા માટે ગયા ત્યારે ત્યાં કોઇ કામથી આવેલા પોલીસ સ્ટાફને શંકા જતા પુછપરછ કરતા સચીન્દ્રભાઇ તમામ હકીકત જણાવતા તેમની સાથે સાયબર ક્રિમીનલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણ થઇ હતી. જે અંગે સચીન્દ્રભાઇના પુત્રએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.