પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આગની ઘટના સામે આવી છે. શહેરાના પાલીખંડા વાટાવ છોડા રોડ પર આવેલા એક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાળઝાળ ગરમીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક બળીને રાખ થઈ ગયો છે.

ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો
મળતી માહિતી અનુસાર, ખેતરમાં ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો.

ખેડૂતની તુવેરની ખેતી બળીને ખાખ
ભોગ બનનાર ખેડૂતના જણાવ્યાનુસાર, ખેતરમાં તુવેરની ખેતી કરી હતી. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ લાગેલી આ અચાનક આગમાં તુવેરનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી
ગરમીના કારણે આગની ઘટનાઓમાં વધારો
હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને સૂકા વાતાવરણના કારણે ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. શહેરાના આ વિસ્તારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આકરા તાપ વચ્ચે લાગેલી આ આગે ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.








