- સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું
- ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો
ભાવનગર : પાલિતાણાના જમણવાવ ગામના શખ્સને પોક્સો સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં ભાવનગર કોર્ટે ૧૦ વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
જમણવાવ ગામે રહેતો રવિ શાંતિભાઈ સરવૈયા (ઉ.વ.૨૦) નામના શખ્સે દોઢ વર્ષ પૂર્વે એક સગીરાનું અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણી સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે ગત તા.૧૪-૯-૨૦૨૪ના રોજ રવિ સરવૈયા સામે પાલિતાણા ટાઉન પોલીસમાં બીએનએસની કલમ ૧૩૭ (૨), ૩૫૧ (૩), ૬૪ (ર) (આઈ) (એમ) અને પોક્સો એક્ટની કલમ ૪, ૮ મુજબનો ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગીતાબા જાડેજાની અસરકારક દલીલો, આધાર-પુરાવા અને સાક્ષી વગેરેને ધ્યાને રાખી ન્યાયાધીશ દવેએ આરોપી રવિ સરવૈયાને ૧૦ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ભરવા હુકમ કર્યો છે.


