Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હિટ એન્ડ રન'ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિનું મૃત્યુ, પત્ની સારવાર હેઠળ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હિટ એન્ડ રન'ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિનું મૃત્યુ, પત્ની સારવાર હેઠળ 1 - image

Jamnagar Hit and Run : જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં બોલેરો પીકપ વેન અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જામનગર થી ધ્રોળ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યું હતું, દરમિયાન તેઓના સ્કૂટર ને બોલેરો ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે, જ્યારે તેમના પત્ની ઈજાગ્રસ્ત બન્યા હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ધ્રોલ પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા દયાળજીભાઈ મકનજીભાઈ ચૌહાણ નામના ૬૧ વર્ષના બુઝુર્ગ કે જે આજે સવારે પોતાનું એકટીવા સ્કૂટર લઈને તેમાં પાછળ પોતાના પત્ની ભગવતીબેન (૬૦)ને બેસાડીને ધ્રોળ માં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન ધ્રોળ ની ભાગોળે પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. ૩૭ ટી ૯૨૯૪ નંબરના બોલેરો પીકપ વેન ના ચાલકે સ્કૂટરને અડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં દયાજીભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી ઉપરાંત તેમનો જમણો પગ કપાઈ ગયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ તેઓએ દમ તોડ્યો હતો, અને ભારે ગમગીની ફેલાઈ હતી, 

 આ ઉપરાંત પાછળ બેઠેલા તેમના પત્ની ભગવતીબેન ને કે જેઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને સારવાર માટે સૌપ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમના પુત્ર કેતન દયાળજીભાઈ ચૌહાણ એ ધ્રોલમાં બોલેરો પીકપ વેન ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ કુબાવત બનાવના સ્થળે તેમ જ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જયારે બોલેરો સામે ગુનો નોંધ્યો છે.