Get The App

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો 1 - image

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના વાડીલાલ ચોક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ફૂટપાથ પર બેસીને કાતરા વેચતા દયાબેન સાડમિયા અને તેમના પતિ ચતુરભાઈ સાડમિયા પર એક શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, ફુગ્ગાની લારી લઈને આવેલા યુવક સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે દંપતી પર હુમલો કર્યો હતો. હુમલામાં લોહીલુહાણ થયેલા દંપતીને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોર યુવકની અટકાયત કરવા તપાસ હાથ ધરી છે.